વડગામ:‘શાઈનિંગ ઈન્ડિયા ન્યૂઝ’ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૦ ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી યાદીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને ‘બેસ્ટ MLA એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે.
એવોર્ડ મેળવવા પાછળના મુખ્ય કારણો અને કામગીરી: પોતાના મતવિસ્તારમાં સતત પ્રવાસ કરીને સ્થાનિક નાગરિકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખવો, સમાજના તમામ વર્ગોને સાથે રાખીને વિસ્તારના વિકાસ કાર્યો હાથ ધરવા, કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડૅમ જેવા સ્થાનિક અને મહત્વના મુદ્દાઓ પર સક્રિય રીતે ઝુંબેશ ચલાવવી, રાજકારણમાં પોતાની સ્વચ્છ અને નોન-કરપ્ટ (પ્રામાણિક) છબી જાળવી રાખવી, વિતેલા ૯ વર્ષના જાહેર જીવનમાં એકપણ ખોટું વચન ન આપ્યાનો અને પોતાના કાર્યોથી દેશ-દુનિયામાં વડગામનું નામ રોશન કર્યાનો દાવો.
સ્થાનિક મુદ્દાઓને વાંચા આપવા અને મતવિસ્તારના સતત વિકાસ માટે કરવામાં આવેલી સક્રિય કામગીરીને ધ્યાને રાખીને આ સર્વેમાં જીગ્નેશ મેવાણીને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા અને તેમને ‘બેસ્ટ MLA એવોર્ડ’ અપાયો છે.











