વ્યારા: ગતરોજ ગેરકાયદેસર લાકડાની ચોરી અને તસ્કરી પ્રવૃત્તિઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વ્યારા વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ધામણદેવી ગામના અનામત જંગલ વિસ્તારમાં મોડી રાત્રે સફળ દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવેલો ખેરના લાકડાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા તેમજ મદદનીશ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ રાત્રિ કાર્યવાહીથી લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.  રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એસ. સંધાણી અને તેમની ટીમ દ્વારા પૂર્ણા નદીના કિનારે આવેલા જંગલ વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સઘન સર્ચ દરમિયાન બિનવારસી હાલતમાં સંતાડી રાખેલા છોલેલા ખેરના 22 નંગ લાકડા (અંદાજે 0.459 ઘનમીટર) મળી આવ્યા હતા.

જે વન ટીમે તાત્કાલિક કબજે કર્યા હતા. આ સમગ્ર મામલે વન વિભાગે રા. ગુ. નં. 15/2026-27 હેઠળ ગુનો નોંધી, જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ સરકારી ડેપો, ડોલવણ ખાતે જમા કરાવી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here