ધરમપુર: આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પીપરોલ હિલ સ્ટેશન,ધરમપુર ખાતે અનેક વૃક્ષ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તેમજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબા તેમજ ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, નવસારીનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગ પણ સહભાગી બન્યું.

આદિવાસી સમાજ વર્ષોથી જળ,જંગલ,જમીનના રક્ષક રહ્યો છે.વિશ્વના અસ્તિત્વને હચમચાવતા ગ્લોબલ વોર્મિંગના લીધે બેસુમાર કુદરતી આપત્તિઓ જેવી કે બેકાબુ ગરમી, પાણીની અછત, નિષ્ફળ ખેતી, ગમે ત્યારે દુકાળ, રેલ ભૂકંપ વગેરેથી બચવા ગુજરાત રાજ્યના 14 જિલ્લાઓમાં એક કરોડ આદિવાસીઓ વ્યક્તિ દીઠ એક વૃક્ષ ઉછેરશે. અને આ લક્ષ્યાંકની
5 જૂન વિશ્વ પર્યાવરણ દિનની અદભુત શરૂઆત ધરમપુરનાં પીપરોલ હિલ સ્ટેશનથી કરવામાં આવી જેમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા, નીલમભાઈ ખોબા, નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખભાઈ, સોલારનાં નિષ્ણાંત તેજસ પટેલ, નિવૃત સચિવ અશોકભાઈ, વલસાડ જિલ્લા આદિવાસી સમાજ પ્રમુખ ઉત્તમભાઈ અને વિલાસબેન, નવસારી ક્રિકેટ એસોસિએસન મનહરભાઈ, કેશવભાઈ, અશોકભાઈ આઇટીઆઈ, પ્રવીણભાઈ રાતા, હિતેશભાઇ વાંઝણા, ભાવિક, કાર્તિક, મુકેશભાઈ, પથીક, નિર્મલ, મુકુંદ સહીત ખુબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. વૃક્ષારોપણ અભિયાનની કામગીરી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન થી 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ સુધી કુલ ૩૪ દિવસ સુધી ચાલશે.તમામ આગેવાનોએ સમાજના લોકોને પોતાના ઘરની આજુબાજુ, શેઢા પાળે, શાળા કોલેજ, રસ્તાઓ વગેરે જગ્યાએ વૃક્ષો ઉછેરવા તેમજ પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષણ ઓછું કરવા ઝુંબેશ ચલાવવા અપીલ કરી હતી.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અત્યારે ગરમીમાં બેફામ વધારો થઇ રહ્યો છે જેના લીધે આવનાર ભવિષ્યમાં ભાવિ પેઢી માટે પૃથ્વી પર જીવન જીવવું અઘરૂ બની જવાનું છે.હાલમાં ગરમીમાં એસીનો વપરાશ ખુબ જ વધી જવાથી ઠેર ઠેર એસી ફાટીને આગજનીનાં બનાવોમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વૃક્ષોનું વાવેતર ખુબ જ જરૂરી બન્યું છે.માત્ર 5 મી જૂનનાં રોજ દેખાડા ખાતર જ નહીં પરંતુ રોપેલા વૃક્ષોનું નિયમિત જતન પણ થવું જોઈએ.

BY: ડો. નિરવ પટેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here