પારડી: પારડી-નાશિક હાઈવે નંબર 848 પર સોંઢલવાડા તળાવ પાસે એક વિશાળ વડનું ઝાડ રસ્તા પર ધરાશાયી થવાને કારણે એક તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. આ અણધારી ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અસુવિધા ઊભી થઈ હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ  ઘટનાની જાણ થતાં જ ભાજપ યુવા મોરચાના પારડી તાલુકા પ્રમુખ રવિ પટેલ દ્વારા તાત્કાલિક R&B (માર્ગ અને મકાન વિભાગ)ના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ પણ ત્વરિત પ્રતિસાદ આપતા ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન સાધીને ટીમને ઘટના સ્થળે મોકલી આપી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને વૃક્ષને કાપીને રસ્તા પરથી દૂર કર્યું અને હાઈવે પરનો ટ્રાફિક ફરીથી સુચારુ બનાવી દીધો હતો. નોંધનીય છે કે આ કાર્યવાહી રવિવારના દિવસે ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

રવિ પટેલે R&B વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આપત્તિના સમયે વહીવટી તંત્રનો આવો ત્વરિત અને સકારાત્મક સહકાર ખરેખર પ્રશંસાપાત્ર છે. જનતાની સુવિધા માટે તેઓએ રવિવારે પણ ઉત્તમ કામગીરી કરી છે.” આ ઘટનામાં કોઈ જાન-માલની હાનિ થઈ ન હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here