વિશ્વ પર્યાવરણ દિવસે વલસાડ દક્ષિણ વન વિભાગમાં ભવ્ય વૃક્ષારોપણ
વલસાડ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ મા કે નામ 3.0” અભિયાન અંતર્ગત વલસાડ દક્ષિણ વન વિભાગ, નાનાપોંઢા રેન્જ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને વધુ પ્રોત્સાહન આપ્યું.
જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “વિશ્વ પર્યાવરણ દિવસના આ પાવન અવસરે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણ આપવાના સંકલ્પને વધુ સશક્ત બનાવવાનો અવસર મળ્યો છે.”
કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા કાર્યકર્તા મિત્રોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. બધાએ મળીને વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કર્યું અને હરિયાળા તથા સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી.
આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ જાગૃતિ વધારવા અને વિસ્તારમાં હરિયાળી વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here