ધરમપુર: નવચેતન યુવક મંડળ સંચાલિત શ્રીમતી મંજુલાબેન વી.પટેલ કોલેજ ઓફ પી.ટી.સી.કાંગવી-આસુરા વાવ ધરમપુર ખાતે ઈ.આચાર્યશ્રી ડો.ધર્મિષ્ઠાબેન બી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ જેમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ, રંગબેરંગી ફૂલો દ્વારા સુશોભન કરી કોલેજની રોનક વધારી હતી.પ્રવેશોત્સવની શરૂઆત પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને અને વાલીઓને ડો.કિર્તી ગરાસિયા અને નીકુળિયા ફાલ્ગુની દ્વારા તિલક કરી અને ઈ.આચાર્યા ધર્મિષ્ઠાબેન દ્વારા પુષ્પ આપી સ્વાગત કરીને થઇ હતી. તેમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓએ પુષ્પવર્ષા કરી પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનું ભવ્ય સ્વાગત કરી રિબિન કટ કરી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઈ.આચાર્યા ધર્મિષ્ઠાબેને કાર્યક્રમને અનુરૂપ ભાવી શિક્ષકોને 2 વર્ષ દરમિયાન કરવાના કાર્યો તેમજ પ્રવૃત્તિઓ વિશે ટૂંકમાં ઝાંખી કરાવી હતી તેમજ રાઠોડ હેમાબેને તાલીમાર્થીઓને કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપી આર્શીવચન આપ્યા હતા.

ગાંવિત નેહલકુમારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનારનો આભાર વ્યક્ત કર્યો હતો.નવા તાલીમાર્થી વિદ્યાર્થીઓને છાંયડો હોસ્પિટલ ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને દક્ષિણ ગુજરાતના યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં ડો.અબ્દુલ કલામ આઝાદ,સાવિત્રીબાઇ ફૂલે,ગિજુભાઈ બધેકા જેવા મહાન શિક્ષક બનશો એવી શુભકામના પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here