નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર NEET UG રી-એક્ઝામિનેશનમાં ભાગ લેવા આવતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરિવહન સુવિધા આપવા માટે ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ ગુજરાત સરકારને પત્ર લખીને આ માંગણી કરી છે. ડો. પટેલે જણાવ્યું કે, “પંજાબ સરકારે પહેલેથી જ NEET રી-એક્ઝામ આપવા આવતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પરિવહનની જાહેરાત કરી દીધી છે. ગુજરાત રાજ્ય આર્થિક રીતે મજબૂત છે, તેથી અહીં પણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ સુવિધા આપવી જોઈએ.”

માંગણીની વિગતો: • 20,21,અને 22 જૂન ૨૦૨૬ દરમિયાન NEET UG રી-એક્ઝામના હોલ ટિકિટ ધરાવતા વિદ્યાર્થીઓને તેમના સાથે આવનાર ૧ કે ૨ વાલીઓનું ભાડું માફ કરવું. • રાજ્ય સરકારે પરિવહન વિભાગ દ્વારા આ ભાડું ચૂકવવું. • આનાથી ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળશે.

ડો. નિરવ પટેલે વધુમાં કહ્યું કે, “વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા માટે ગુજરાત સરકારે ત્વરિત નિર્ણય લઈને આ માંગણીને સ્વીકારવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે સરકાર વિદ્યાર્થીહિતમાં સકારાત્મક નિર્ણય લેશે.” આ માંગણીને લઈને હવે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here