ખેરગામ: આછવણી હટી ફળીયાના માતૃકૃપા શોપિંગ સેન્ટરમા લાલજીભાઈ બુધાભાઈ પટેલે દુકાન નંબર 6 વલસાડ જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનર બાબુભાઇ રામજીભાઈ વળવીને તારીખ 2/11/2025 ના રોજ વેચી કાઢેલ હતી. આ બાબતે અગાઉના ખરીદદાર સ્વ.ગણેશ વાઘીયાના પુત્ર વૈભવ વાઘીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને નવસારી જિલ્લાના એસપી રાહુલભાઈ પટેલને ફરિયાદ કરી લાલજીભાઈ બુધાભાઈ પટેલ, શૈલેષભાઇ લાલજીભાઈ પટેલ, ગોકુળભાઇ પટેલ અને બાબુભાઇ રામજીભાઈ પટેલ વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી, ધાકધમકી સહીતની વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધવા માંગ કરી હતી.
આ બાબતે લાંબા સમયથી કોઈ કાર્યવાહી નહીં થતા માહિતી મેળવવા RTI કરતા વૈભવના આશ્ચર્યની વચ્ચે ખેરગામ પોલીસે દુકાન 5 A જે લાલજીભાઈ બુધાભાઈ પટેલના નામ પર છે તેના પ્રોપર્ટી કાર્ડને દુકાન નંબર 6 નો પ્રોપર્ટી કાર્ડ બતાવી હજુ સુધી નથી વેચાયેલી એવું બતાવી વૈભવની અરજી દફ્તરે કરી દીધેલ હોવાની માહિતી મળેલ, આથી ખેરગામ પોલિસના ગુનેગારોને છાવરવાના આવા વલણથી હતાશ થઈને મીડિયાને જણાવ્યું હતું કે અમો અરજદાર છેલ્લા સવા વર્ષથી ખેરગામ પોલીસને લાલજી પટેલ અને શૈલેષ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવા વારંવાર રજૂઆત કરતા આવેલ હોવા છતાં અગાઉ પણ ફરિયાદ નોંધેલ નહીં અને હાલમાં ગુજરાત સરકારની અધિકૃત સરકારી વેબસાઈટ એનીરોર પરથી માહિતી મેળવીને ફરિયાદ નોંધવા અરજી કરી છતાં ખેરગામ પોલિસે સામાવાળાઓ પાસે સંભવિત રીતે કોઈ અજાણ્યા અંગત લાભ મેળવવાના હેતુથી દુકાન નંબર 6 હજુ સુધી બાબુભાઇ રામજીભાઈ વળવીને નથી વેચાયેલી એમ જણાવી સર્વે નંબર 561એ ના દુકાન નંબર 6 ના પ્રોપર્ટી કાર્ડ 1403 ને પણ ખોટો પાડેલ છે. આ બાબતે અમો અરજદારે ખેરગામ સીટી સર્વેયરની ઓફિસમાંથી દુકાન નંબર 6 ના વેચાણના સર્ટિફાઈડ દસ્તાવેજો મેળવતા તેમા પણ દુકાન નંબર 6 બાબુભાઇ રામજીભાઈ વળવીને વેચાય ચુકી હોવાનું તારીખ 13/12/2025 ના રોજ સીટી સર્વે અધિકારી રાજેશ મહેતા પ્રમાણિત કરી ચુક્યા છે. મતલબ ખેરગામ પોલીસના PI પીનલબેન ચૌધરી, બિપિનભાઈ નાયકા અને હિતેશભાઈ પટેલ જેઓ પહેલેથી જ અમારી અરજી પર ફરિયાદ નહીં નોંધવાનું અને બાબુભાઇ, ગોકુળભાઈ, શૈલેષભાઈ, લાલજીભાઈ મન બનાવી ચૂકેલ હોય સરકારી દસ્તાવેજોને પણ લેખિતમાં ખોટા સાબિત કરવાની વ્યર્થ કરી પોતાની ભૂલ છુપાવવા માટે લાજવાને બદલે ગાજી રહ્યા છે.
એકબાજુ સરકાર નાગરિકોની સરળતા માટે એનીરોર જેવી વેબસાઈટ પર તમામ સરકારી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી રહ્યા છે તેને પણ ખેરગામ પોલિસ નથી ગણકારતી અને ગોકુળ પટેલ નામના ઇસમે મારાં સગાઓ આમતેમ થયા પછી તેમની ગેરહાજરીમા એકલાને જ ધમકી આપેલ હોવા છતાં ખોટી રીતે ધમકીના સ્થળે હાજર નહીં હોય તેવા વ્યક્તિઓના નિવેદનો લઇ મારી અરજી દફ્તરે કરેલ છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને પોલિસ પોતાનું કામ ખુબ સારી રીતે કરી રહી હોવાનું જણાવી રહ્યા છે પરંતુ ખેરગામ પોલિસ એકની એક દુકાન 2 વ્યક્તિને વેચીને ગુનાહિત છેતરપિંડી કરનારાઓને છાવરી રહી છે એના પરથી એક વાત તો સાબિત થાય છે કે સરકાર ગમે તે કહેતી હોય પણ કાયદો ગરીબો માટે નથી.











