નવસારી: નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષને હવે નવું નેતૃત્વ મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે વાંસદાના સક્રિય આગેવાન નિકુંજ ગામિતના નામની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નિકુંજ ગામિત હાલમાં વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ પોતાની સનિષ્ઠ જવાબદારી સંભાળી રહ્યા છે. પક્ષમાં તેમના લાંબા સમયના અનુભવ, લોક સંપર્ક અને સક્રિય કાર્યશૈલીને ધ્યાને રાખીને પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમના પર આ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

નિકુંજ ગામિતની વિરોધપક્ષના નેતા તરીકે વરણી થતાં જ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમના નેતૃત્વ અને કાર્યશૈલીથી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષ વધુ મજબૂત બનશે તેમજ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ વધુ આક્રમક રીતે કામ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here