ધરમપુર: કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાએ AICC મેમ્બરો પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કહ્યું હતું કે, તેઓ ભાજપના (BJP) સ્લીપર સેલ જેવા છે. AICC નાં સભ્યો તથા દિલ્હી સુધી ઉચ્ચ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કિશન પટેલની વરણી રદ કરવામાં આવી નથી. આથી મેં જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

અમે AICC મેમ્બરો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલની વરણી સામે નારાજગી દર્શાવી હતી પણ અને રાહુલ ગાંધીથી લઇ સોનિયા ગાંધી સુધીને રજૂઆત મેઇલ દ્વારા કરાઈ હતી તેમ છતાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જે વરણી કરવામાં આવી હતી તે રદ થઇ નથી કિશન પટેલ ભાજપનો પ્રમુખ સ્લીપર સેલ છે. તે સંગઠનના ખરેખર કામ કરતા નથી પણ ભાજપ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા આવેલા છે

તેમના રાજીનામાથી જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકર્તા જણાવે છે કે રાહુલ ગાંધીએ સમજવું રહ્યું કે વલસાડમાં હવે લગ્નના ઘોડા ન ચાલે રેસના ઘોડા ઉતારવા પડે.. કિશન પટેલને હાલમાં 50 માણસો ભેગા કરવા કહો તો તે પણ શક્ય ન બને.. જો કિશન પટેલ જિલ્લા પ્રમુખ રહ્યો તો કોંગ્રેસ તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી તો છોડો વલસાડ જિલ્લામાં આવનાર 2027 વિધાનસભાની પાંચ મહત્વની એક પણ બેઠક જીતશે નહિ..