વાંસદા: આજરોજ વાંસદા તાલુકામાં પડી રહેલ ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાતા ઘણા વિસ્તારોમાં જેવા કે તા.07/07/2025, સવારે 8:00 કલાકે વાંસદા તાલુકાના બંધ રસ્તાઓ (1) કાળાઆંબા વાટી રોડ (2) ખાંભલા નવતાડ રોડ (3) કુરેલિયા તાડ ફળિયા મુખ્ય રસ્તાથી ભીનાર ખડકાળા ફળિયા થી ઉનાઈ વાંસદા રોડ વગેરેને બંધ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને કારણે કાળાઆંબા વાટી, ખાંભલા નવતાડ, કુરેલિયા, ભીનાર ખડકાળા જેવા ગામમાં રહેતા લોકોને જોડતા રસ્તાના પુલિયા પર પાણી ફરી વળતાં ખેડૂતોને ખેતી કરવામાં અને પશુપાલકોને દૂધ ભરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને હાલમાં વાંસદા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ભારે વરસાદી પાણીમાં લોક સુરક્ષાને ધ્યાનમાં રાખી વાંસદા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાળાઆંબા વાટી રોડ, ખાંભલા નવતાડ રોડ, કુરેલિયા તાડ ફળિયા મુખ્ય રસ્તાથી ભીનાર ખડકાળા ફળિયા થી ઉનાઈ વાંસદા રોડને જોડતો રોડ, વાંદરવેલા દોણજા રોડ, રાજપુર એપ્રોચ રોડ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.











