ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના લોકોમાં સત્તા પક્ષના નેતા અને પોલીસની કામગીરી પર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ડેડીયાપાડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
Decision News ને મળેલી FIR કોપી અનુસાર ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા વિરુદ્ધ ગત તારીખ 05/07/2025 ના રોજ જે હકીકતો ઊભી કરી એમના વિરુદ્ધ એફ.આઈ.આર. કરવામાં આવી છે.પોલીસે એમના વિરુદ્ધ BNS કલમ-109 (1).79.115 (2).118 (1).351 (3).352.324 (3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
નર્મદા પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી રાજપીપળા LCB કચેરીમાં રાખી ગઈકાલે રાજપીપળા કોર્ટમાં રજુ કર્યા હતા પણ પોલીસને રીમાન્ડની મંજુરી ન મળતા અને ચૈતર વસાવાને જામીન ના મળતા તેમની વડોદરા પોલીસને કસ્ટડી સોંપાઈ છે. હાલમાં ડેડિયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરી શકાય છે.











