વલસાડ: આદિવાસી સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે વલસાડ જિલ્લાના તીધરા ગામના ઉગમણા ફળિયા ખાતે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અહીં જનક પટેલ દ્વારા શરૂ કરાયેલા ‘આદિવાસી બાળ સંસ્કાર અને જાગૃતિ કેન્દ્ર’નો પ્રારંભ ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન તેમજ સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાત પ્રભારી ડૉ. નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ કેન્દ્રનો મુખ્ય હેતુ આદિવાસી બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, સ્વાભિમાન, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારો વિશે જાગૃતિ લાવી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કેન્દ્રમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ બાળકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.આ વર્ગોનો સમય તીધરા ઉગમણા ફળિયા,તા-જી-વલસાડ દર રવિવારે સવારે 1 કલાક માત્ર 9:00 વાગ્યે જેની સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.આ કેન્દ્રમા ધોડિયા આદિવાસી સમાજની ભાષા, સંસ્કૃતિ, રીત-રિવાજો અને પરંપરાઓનું જ્ઞાન તેમજ આદિવાસી ઇતિહાસ અને ભગવાન બિરસા મુંડા, ટંટ્યા મામા ભીલ જેવા મહાન ક્રાંતિકારીઓનું જીવન ચરિત્ર તેમજ ભગવાન બુદ્ધ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના વિચારો અને તેમનું યોગદાન તેમજ ભારતીય બંધારણ, મૂળભૂત અધિકારો, સમાનતા અને શિક્ષણનું મહત્વ તેમજ સામાન્ય જ્ઞાન, વ્યવહારિક વિજ્ઞાન, સ્વચ્છતા, શિસ્ત અને સામાજિક જાગૃતિ તેમજ પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તેમજ જીવનજીવવાની કળા અને માર્ગદર્શન શીખવવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, તીઘરા સરપંચપદના ઉમેદવાર મુકેશ પટેલ, રાકેશ ઘેજ, માજી સરપંચ છનાભાઈ, ઠાકોરભાઈ, દશરથ,કિરણ, કેતન, શૈલેષ, હિતેશ, ચંપક,ઉમેશ, અશ્વિન, હિરેન, ભાવેશ, પ્રવીણ પપ્પુ, વિનોદ, મંગુભાઇ, સવિતાબેન, સુરેખાબેન, અશ્વિનીબેન, કુસુમબેન, તારાબેન, કોકિલાબેન, આરતીબેન સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.











