ધરમપુર: દિવાળી જેવા ખુશીના પર્વ પર જ ધરમપુર તાલુકાના આવધા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા પંથકમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. આવધા ગામે પૂરપાટ ઝડપે આવી રહેલી MH પાસિંગની ઇકો ગાડી અને બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ અકસ્માતમાં સ્પ્લેન્ડર બાઈકને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર,આવધા ગામે પૂરપાટ ઝડપે આવી રહેલી MH પાસિંગની ઇકો ગાડી અને બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજા બનાવમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (નંબર: GJ 21 DH 8796) પર સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજના દિવાળી તહેવારના દિવસે જ બનેલી આ ગંભીર ઘટનાને પગલે બંને ચાલકોના પરિવારમાં અને સ્થાનિક લોકોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે અને હાલમાં અકસ્માતના આ બનાવ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here