ઉમરપાડા: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમરપાડા તાલુકાના ચવડા ગામના હોનહાર યુવાન શ્રી મયુરભાઈ દિલીપભાઈ વસાવાએ શાનદાર સફળતા પ્રાપ્ત કરી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.
કઠોર પરિશ્રમ, અડગ મનોબળ અને સખત અભ્યાસના બળે મયુરભાઈએ આ યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં આનંદની લહેર દોડી ગઈ છે, સાથે જ સમગ્ર ચવડા ગામ અને ઉમરપાડા તાલુકામાં ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક અગ્રણીઓ, યુવાનો અને શુભેચ્છકો દ્વારા મયુરભાઈને સતત અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ તરફથી આ સિદ્ધિ બદલ શ્રી મયુરભાઈ દિલીપભાઈ વસાવાને હાર્દિક અભિનંદન તથા આગામી કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક શુભકામનાઓ ! આ યુવાન પરથી પ્રેરણા લઇ બીજા પણ આદિવાસી સમાજના યુવાનો પોતાનું, પરિવારનું અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવી પીલ દિવાળીના આ પાવન પર્વે કરી છે.











