ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં ખોબા ગામમાં કુલ 8.07 કિમી લાંબા માર્ગના નિર્માણનું ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને લોકમંગલમ ટ્રસ્ટના સ્થાપક નીલમ પટેલના હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તાથી ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Decision News ને મળેલ માહિતી મુજબ ખાતમુહૂર્ત પ્રસંગે ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, અરવિંદભાઈ પટેલ, લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકશ્રી નિલમભાઈ ખોબા, શ્રી ગણેશભાઈ બિરારી, શ્રી કેશવભાઈ તથા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

આ માર્ગ પર ગ્રામજનો મુસાફરી માટે મુશ્કેલ બની હતી. ત્યારે હવે સ્થાનિકોને સુખદ અને સુવિધાજનક પ્રવાસ સુનિશ્ચિત કરવા સામાજિક અને રાજકીય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધારાસભ્ય અરવિંદ પટેલ ખોબા ગામના સર્વાંગી વિકાસ માટે અમારો સતત પ્રયત્ન રહેશે.