ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતી રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાની અગાઉ 24 ફેબ્રુઆરી 2025 ના દિને મુલાકાત લીધી હતી જેના અનુંસંધાને આજ 1 વર્ષ બાદ આ શાળાના બાંધકામને લગતું વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હતું એમણે તાત્કાલિક શાળાનું કામ ચાલુ કરવાની ફરજ પડી હતી.
ડિસેમ્બર 2023માં જર્જરિત સ્કૂલનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને આજદિન સુધી બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી નથી. જે બાબત ગામના આગેવાન મુન્નાભાઈ દ્વારા ફરિયાદ કરતા શાળાની મુલાકાત લીધી હતી. આ શાળામાં ટોટલ 115 વિધાર્થીઓ અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત ઓફિસ, પ્રાર્થના હોલ, બાલવાટિકા ની ઓફિસમાં અભ્યાસ કરવા મજબુર બન્યા હતા. ધોરણ-3 થી 5 ના બાળકો પ્રાર્થના હોલમાં બેસીને અભ્યાસ કરવા મજબુર છે.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જો વહેલી તકે શાળાનું બાંધકામ ચાલુ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ગામના વાલીઓ અને એસ.એમ.સી સમિતિ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને સ્કૂલની તાળાબંધી કરવાની ફરજ પડશે સાથે ગામ આગેવાન મુન્નાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્કૂલનુ કામ સારું અને એસ્ટીમેન્ટ પ્રમાણે કરવા માટેનુ કોન્ટ્રાક્ટરને સૂચન કરવામાં આવ્યું. સ્કૂલના અટકેલ કામને ચાલુ કરવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર મીડિયાના તમામ મિત્રોનો રાજપુરી તલાટ ગામના આગેવાન મુન્નાભાઈ અને ગ્રામજનોએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે

