કપરાડા: ગતરોજ સ્પર્શ સંસ્થા દ્વારા કપરાડા તાલુકાના કૉમ્યુનિટી હોલમાં સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી સંગીત પ્રેમી બાળકોએ ભાગ લઈને પોતાની સંગીત પ્રતિભા બતાવી હતી.
Decision news ને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાના કૉમ્યુનિટી હોલમાં સ્પર્શ સંસ્થા દ્વારા યોજાયેલી સંગીત સ્પર્ધામાં વલસાડ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 180 જેટલા સંગીત પ્રેમી બાળકો ભાગ લઈ પોતાની તબલાં વાદન, લોકગીતો,ડાંગી નૃત્ય વાસળી વાદન જેવી પ્રવૃતિ સાથે સંગીત કલાનું પ્રદર્શન કર્યું હતું ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે બીલીમોરાથી ખાસ સંગીતના નિષ્ણાંતો જજીસને બોલાવવામાં આવ્યા હતા
સંગીત સ્પર્ધાના આયોજન પ્રસંગે વલસાડમાં લોકસેવાના કાર્ય કરતી જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા આદિવાસી વિસ્તારમાં ગાયન વાદનની કળાને બહાર લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. વલસાડની નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન દ્વારા 20 જેટલા બાળકો ભાગ લેવા આવ્યા હતા

