માંડવી: માંડવીમાં બસસ્ટેન્ડ થી મણીબા ગેટ જતા નગર હાઇવે પર ચાલી રહેલા વિકાસના કર્યોમાં વિનાશ સર્જાયું છે. છેલ્લા બે મહિના થી નગરના બસસ્ટેન્ડ થી મણીબા ગેટ સુધી રસ્તાની વચ્ચે નવી ઇલેક્ટ્રીક સપ્લાયનું કાર્ય ચાલુ હોવાથી લોકો દુઃખી થઇ રહ્યા છે.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ કોન્ટ્રાકટરની અનદેખી બેદરકારી ન કારણે કાર ખાડામાં પડી જતાં અકસ્માત સર્જાયું હતું.આવું માત્ર એકજ વાર નથી થયું કેટલાંય સમયથી તંત્ર સામે આવે દ્રશ્યો સામે આવતા હોય છે. પરંતુ તંત્ર કોઈ પગલાં ભરાતું નથી કે ચેતવણીના બોર્ડ લગવતું નથી. થોડા સમય પેહલા પણ આજ ખોદેલી લાઈનમાં રાત્રી ના સમયે કાર અંદર ફસાયાંના દ્રશ્યો સામે આવ્યા હતા.
લોકો કહે છે કે એના પેહલા પણ આવા દ્રશ્યો સામે આવતા રહેતા હોય છે પરંતુ કોન્ટ્રાકટર જાણે વાંદરાઓના ત્રણે સ્વરૂપો આંખ, કાન અને મોં બંધ કરીને બેસી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્ર કોન્ટ્રાકટર પર પગલાં ભરવાને સ્થાને હવામાં મોં ખોલીને બેસી રહ્યું હોય એવું દેખાય રહ્યું છે.

