કપરાડા: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કપરાડાના સભ્ય બનેલા શિક્ષકને શિક્ષક સંઘની રસીદ ન ફડાવતા તે બાબતે ટેલિફોનિક ધમકી આપતાં શિક્ષક સામે ફરિયાદના ભાગરૂપે TDO સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી તથા TPEO સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું..
કપરાડા પંથકમાં ફરી એક વખત શિક્ષકોની લડાઈ ચરમ સીમાએ પહોંચી .થોડા સમય પહેલા જ કપરાડાની એક શિક્ષિકા બેનને ધાકધમકીઓ આપીને ક્વાટર રૂમ ખાલી કરાવવાનો બનાવ બન્યો હતો.જે બાદ ફરી એક વાર ધમકી આપતો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ જગતને કલંક લાગે તેવું કાર્ય થઈ રહ્યું છે જે ખુબજ શરમજનક બાબત કહી શકાય
વલસાડ શૈક્ષિક મહાસંઘ અને કપરાડા સંઘમાં મચી ઘમાસાણ એક શિક્ષક દ્વારા અન્ય શિક્ષકને ફિલ્મી સ્ટાઇલમાં ધમકી આપી હોવાનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કપરાડાના એક શિક્ષક દ્વારા સંઘની રસીદ ફાડવા બાબતે ટેલિફોનીક વાતચીતમાં ધમકી આપતા હાલમાં આ વાત કપરાડા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વધુમાં ધમકી આપનાર એક શિક્ષક હોય સામા શિક્ષકે સંઘની રસીદ ફાડવાની ના પાડ્યા બાદ કંઈ ના બચ્યું તો શિક્ષકને ફિલ્મી સ્ટાઇલની જેમ ધમકી આપવા લાગ્યા. આ બાબતે વલસાડ શૈક્ષિક સંઘ દ્વારા ગત તારીખ 18 ફેબ્રુઆરીના દિવસે તાલુકામાં ટી. ડી. ઓ.અને શિક્ષણ વિભાગ માં ટી.પી. ઓ.ને લેખિતમાં અરજી કરી ધમકી આપનાર સામે ગેરકાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

