કપરાડા: એક દિવસ પહેલાં કપરાડા તાલુકાના રોહિયાળતલાટ ગામના પાંડવ કુંડ જોવા આવેલા દમણના અને વાપીની કોલેજના 4 વિદ્યાર્થીઓ કોલક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટના બાદ તમામ 4 વિદ્યાર્થીઓના મંગળવારે પી.એમ કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપતા સમયે વાતાવરણ અત્યંત શોકમય બની ગયું હતું.
પરિવારના આક્રંદ અને હસતા રમતા પુત્ર, ભાઈને અચાનક સફેદ કફનમાં લપેટાયેલા જોઈ ઉપસ્થિત તમામની આંખો પણ ભીની થઇ હતી. તમામ 4 વિદ્યાર્થીઓના પરિવારજનો વહેલી સવારથીજ સી એચ.સી.ખાતે પહોંચ્યા હતા. ઘટનાના દિવસથી લઈ કપરાડા.પોલીસ મથકના.પી.આઇ વસાવા,પી.એસ.આઇ એલ.એસ.પટેલ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહી આરોગ્ય વિભાગના સંકલનમાં રહી પી.એમ.કાર્યવાહી પણ.જલદી કરાવતા.પરિવારજનોએ.પોલીસની કામગીરીને બિરદાવી હતી.
કરૂણ ઘટનામાં મોતને ભેટેલા લક્ષ્મણ પૂરી અને.પરિવાર આવનારા માર્ચ મહિનામાં લગ્નની ફર્સ્ટ એની વરસરી ઉજવવાના હતા જોકે હવે રહી તો માત્ર તેની યાદો.જ્યારે અન્ય એક વિદ્યાર્થી.ધનંજયપિતાનો એકમાત્ર પુત્ર હતો,પરિવારમાં એક બહેન છે. ઘટનામાં મોતને ભેટેલા અન્ય વિદ્યાર્થી આલોક શાહુ અને અનિકેલ સિંઘ સહિતના બાળપણ ના મિત્ર સુભમ સિંગ,અમિત યાદવ,પ્રિન્સ મિશ્રા અને સુજલ યાદવે ગુજરાતમિત્ર સાથે ભીની આંખે મિત્રોની યાદને વાગોળી હતી.

