કપરાડા: કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામમાં એક ગોઝારી ઘટના બની છે. ગામમાં આવેલા પાંડવકુંડમાં ડૂબી જતા વાપીની એક કોલેજના 4 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
ઘટના ને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વાપી ની KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં રોહીયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ ફરવા ગયું હતું. આઠ વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે..યુવક યુવતીઓનું ગ્રુપ ત્યાં પહોંચી તેમાંથી 4 વિદ્યાર્થીઓ અને એક રીક્ષા ચાલક આ પાંડવકુંડમાં નાહવા પડ્યા હતા. પરંતુ પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબ્યા હતા .આ જોતા જ બાકીના બે વિદ્યાર્થીઓ તેમને બચાવવા અંદર પડ્યા હતા .અને બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે કુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેમાંથી 4 વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું.. જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો ..ભોગ બનનાર તમામ દમણના રહેવાસી હતા.. તમામ દમણના રહેવાસી છે . એક સાથે ચારના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીની નો માહોલ છવાયો હતો . ઘટનાની જાણ થતા જ કપરાડા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતકોના પરિવારજનોને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી..

