કપરાડા: ગતરોજ વાપીની KBS કોલેજના 8 વિધાર્થીઓ બે રિક્ષામાં કપરાડા રોહિયાર તલાટ કેમ્પ સાઈટ પર ફરવા આવ્યા હતા ત્યારે તેઓ નદીમાં નાહવા પડ્યા હતા તેવામાં ૩ યુવાનો નદીમાં પાણીનું વહેણ વધારેથી તેમાં ડૂબી જવાનું ઘટના બની હતી.
વાપીની KBS કોલેજના 8 વિધાર્થીઓ બે રિક્ષામાં કપરાડા રોહિયાર તલાટ ખાતે ફરવા આવ્યા હતા અને તેઓ કોલક નદી કિનારે પહોંચ્યા બાદ રિક્ષા ચાલક સહિત 5 લોકો નદીમાં નાહવા પડયા અને નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી તેઓ તણાવા લાગ્યા કિનારે ઉભેલા અન્ય વિધાર્થીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદ માંગી, સ્થાનિક તરવૈયાઓએ કપરાડા પોલીસને જાણ કરી નદીમાં કૂદી પડયા, તરવૈયાઓએ ડૂબી રહેલા રિક્ષા ચાલક અને 4 વિધાર્થીઓને બહાર કાઢ્યા હતા. કપરાડા પોલીસે એમ્બ્યુલન્સ અને કપરાડા પોલીસની સરકારી કારમાં તમામને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.
કપરાડાના જાગૃત નાગરિક જશવંત ગાયકવાડના જણાવ્યા અનુસાર ગતરાત્રી દરમિયાન કપરાડા હોસ્પિટલમાં એક વિધાર્થી સારવાર હતો તેની સ્થિતિ હાલમાં બહેતર છે. પણ રિક્ષા ચાલક અને ત્રણ વિધાર્થીઓનું મૃત્યુ થઇ ગયું હતું. હાલમાં આ આકસ્મિક મોતની ઘટનાને લઈને કપરાડા પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ આદરી છે.

