વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને અંતે વલસાડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

મગોડ ડુંગરી બેઠક પરથી ચૂંટાયેલા અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા કિશોરભાઈ પટેલના નામ પર મોવડી મંડળે સત્તાવાર મહોર મારતા જ સમગ્ર તાલુકા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ખાસ બેઠકમાં નિયમાનુસાર પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પક્ષ તરફથી કિશોરભાઈ પટેલના નામની દરખાસ્ત મૂકવામાં આવી, જેને તમામ સભ્યોએ એકમતે ટેકો આપ્યો હતો.

કોઈ વિરોધ વિના બિનહરીફ સર્વાનુમતે વરણી થતાં કિશોરભાઈ પટેલ હવે વલસાડ તાલુકા પંચાયતના સુકાની તરીકે વહીવટ સંભાળશે. આ વરણીને પક્ષના કાર્યકરો અને સ્થાનિક સમર્થકો દ્વારા મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. આ વિકાસથી વલસાડ તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here