ધરમપુર: વર્ષોથી લોકસેવામાં કાર્યરત સર્વોદય પરિવાર ટ્રસ્ટ ધરમપુરના સક્રિય પ્રયાસો હેઠળ આંબોસી ખોરી ફળિયામાં લોકસહયોગથી પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલને સ્થાનિક ગ્રામજનોએ ખૂબ જ પ્રશંસા કરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ફળિયામાં આધુનિક ફિલ્ટરેશન સિસ્ટમ સાથે પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનાથી ગામના લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી મળી રહેશે. આ કાર્યમાં સ્થાનિક લોકોના આર્થિક અને શારીરિક સહયોગથી ઝડપથી કામ પૂર્ણ થયું છે. આ પહેલનું મહત્વ- ગામના લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સ્વચ્છ પાણીનો લાભ મળશે. સમાજના સહયોગથી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
ગ્રામજનોએ પણ આ પહેલની પ્રશંસા કરતાં કહ્યું કે, “આ કાર્યથી અમારા ગામની મોટી સમસ્યા હલ થઈ છે. સર્વોદય પરિવાર ટ્રસ્ટ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોને અમે સલામ કરીએ છીએ.” લોકસહયોગ એ જ સાચો વિકાસ છે. અમે ગામડાઓમાં આવી નાની-નાની પહેલો દ્વારા મોટો પરિવર્તન લાવવા માંગીએ છીએ.” આવા સેવાભાવી કાર્યો ગ્રામવિકાસ અને સમાજસેવાનું સુંદર ઉદાહરણ છે











