ધરમપુર: ‘નાની-નાની મદદનો હાથ કોઈક જીવનું રક્ષણ કરી શકે છે’ આ વાક્યને ચરિતાર્થ કરવાનો સમય આવી ગયો હોય એવું કારણ સામે આવ્યું છે. ધરમપુર શેરીમાળ ગામની એક સાડા પાંચ વર્ષની આદિવાસી દીકરીને પેટમાં કેન્સરની ગાંઠનું ટ્યુમર છે.
Decision News સાથે વાત કરતાં દીકરીના પિતા જણાવે છે કે મારું નામ વિપુલભાઈ કાંતિલાલ નાયક છે હું ધરમપુર શેરીમાળ ગામના દામા ફળિયામાં રહું છું. મારી દીકરી જીવાને જન્મ બાદ સાડા પાંચ વર્ષની આદિવાસી દીકરીને પેટમાં કેન્સરની ગાંઠનું ટ્યુમર છે. તેની સારવાર માટે વલસાડ અને સુરતમાં 8 થી 10 હોસ્પીટલની સારવાર કરાવી પણ તેની તબિયત બહેતર થઇ નથી.. ત્યારે અમે આ બાબતને લઈને સુરતની કિરણ હોસ્પિટલના સર્જન ડો. મિથુન એન. ને મળ્યા અને તેમણે અમને દીકરીનું ઓપરેશન કરવા જણાવ્યું. અમારી પાસે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ આયુષ્માન કાર્ડ પણ છે, પણ ઓપરેશન ખર્ચ દસ લાખ કરતાં વધી પણ શકે છે, જેને લઈને સમાજ લોકો પાસે મદદનો હાથ લંબાવું છે.
‘મારી દીકરી ને તમારી દીકરી’ સમજીને મને મદદ કરશો એવી આશા રાખું છું… તમે એકાઉન્ટ નંબર SBI 32187103255 પર રૂપિયા દાન કરી શકો છો.. DECISION NEWS પણ તમને અપીલ કરે છે આ દીકરીને મદદ કરો. માનવતાને આપણે જીવંત રાખીએ.. વધુ માહિતી માટે 9898801432/9638812008 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.

