મહુવા: આદિવાસી સમાજમાં યુવાઓ દ્વારા પોતાની પરંપરાગત સંસ્કૃતિને અપનાવી રહ્યા છે ત્યારે કોકણીયા, વાઘિયા, સાધુ ગરાસિયા કુળ બાદ મોટા ચૌધરી ગરાસિયા કુળમાં પણ આજે આપણી અસલ આદિવાસી પધ્ધતિ રીતરિવાજ સંસ્કૃતિ મુજબ પરજણની વિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ધોડિયા સમાજના 250 થી વધારે કુળમાં પણ આવીજ રીતે શરમ છોડી આપણી સંસ્કૃતિ અપનાવવાની નૈતિક હિંમત આવે એવી આશા.. જ્યારે સરકાર કહી રહી છે કે આદિવાસીઓના રીતરિવાજ સંસ્કૃતિ પૂજાવિધિ બીજાથી અલગ છે એટલે એમને UCC મા સમાવેશ નથી કરવામાં આવી રહ્યો , ત્યારે UCC થી બચવાનો એક અને માત્ર એકજ ઉપાય છે કે આપણે આપણી સંસ્કૃતિનું પાલન કરીએ..
આદિવાસી આગેવાન કુંજન જણાવે છે કે આપણી અસલ જન્મ-લગ્ન-મરણ વિધિ, આપણા તહેવારો, આપણા દેવી દેવતાઓ ને જાણીએ અને અપનાવીએ..આપણી આવનારી નવી પેઢી માટે તે ખુબ જરૂરી છે. આ અમુલ્ય ભેટ છે જે આપણે આપણા બાળકોને આપવાની છે.

