કપરાડા: કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામના મોટા ફળીયામાં રહેતા બિપિનભાઈ પટેલનું પરિવાર મજૂરી કામ કરી જીવન ગુજારો કરતા હતા.  તા. 16.2.2025 ના રવિવારના રોજ જયકુમાર બિપિનભાઈ પટેલની વાપી કંપનીમાં રજા હોવાથી તેઓ ઘરે જ હતા. બપોર સુધી તો ઘર પરિવારમાં સભ્ય ઘરે હાજર હતા અને જયકુમાર પણ ઘરે જ હતા જ્યારે મોટો ભાઈ મયુરભાઈ તેઓ પોતાના સાંસરે પત્ની સાથે ગયા હતા. તે વખતે પાંચ વાગ્યાના સુમારે કાકાની દીકરી એ ફોન ઉપર જણાવેલ કે જયભાઈ ઘરે ફાંસો ખાધો હોવાની જાણ કરી હતી.

Decision News ને પ્રાપ્ત વિગત મુજબ મોટાપોંઢા ગામના મોટા ફળીયામાં મયુરભાઈ બિપિનભાઈ પટેલ એ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.16.2.2025 ના રોજ બપોરે તેમના પરિવારમાં પિતા બિપિનભાઈ પટેલ માતા સુનિતાબેન તેમજ અરજદાર મયુરભાઈની પત્ની નેહલબેન પટેલ તથા મારો નાનો ભાઇ જયકુમાર બિપિનભાઈ પટેલ ઉ.23 વર્ષ જે વાપી ખાતે આવેલ મેરિલ કંપનીમાં નોકરી કરતો હતો. તા.16.2.2025 ના રોજ રજા હોવાથી અરજદાર મયુરભાઈ પોતાની પત્ની સાથે ઘરે હાજર હતા ત્યાર બાદ આશરે બારેક વાગ્યાની આસપાસના સમયે મયુરભાઈ પોતાની પત્ની નેહલબેન સાથે પોતાની મો. સા. ઉપર ગોઇમાં ગામ ખાતે તેના સાંસરે ગયા હતા તે વખતે આશરે પાંચેક વાગ્યાના સુમારે કાકાની દીકરી તીતીક્ષાબેનનો ફોન આવ્યો હતો કે જયભાઈ એ તમારા ઘરની ઉપરના માળે રૂમમાં ગળે ફાંસો ખાધેલી છે તેમ જણાવતા અરજદાર મયુરભાઈ સાંસારે થી સીધા નાનાપોંઢા ખાતે જય ને ચિરંજીવી હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં આવી પહોંચ્યા હતાં પરંતુ દવાખાનામાં ફરજ બજાવતા ડોકટરે જણાવ્યું હતું કે જયકુમાર મૃત્યુ થયું છે. તેમ જણાવ્યું હતું.

આ ઘટના 16 ફેબ્રુઆરીના રોજ ઘટના 4.30 કલાકે પોતાના ઘરે ઉપરના માળે લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જય કુમારે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં તો કયા કારણે જયભાઈ ફાંસો ખાધો છે તેનું કારણ જાણવા મળ્યું નથી નાનાપોંઢા પોલીસ એ ચિરંજીવી હોસ્પિલમાંથી લાશનો કબજો લઈ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં બોડી ને પીએમ રૂમમાં મૂકી હતી અને આજે સવારે બોડીનું પીએમ કરી લાશ પરિવારજનોને સુપ્રત કરી હતી, જોકે આ ઘટનાની તપાસ હાલમાં તો નાનાપોંઢા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.