વાપી: વાપી નગર પાલિકામાં 11 ગામનો સમાવેશને લઈને ઉભો થયેલો વિવાદ થમાવાનું નામ નથી લઇ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત લોકો વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાપી નગરપાલિકાના કમિશ્નરશ્રીને લેખિત રાજુવાત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાપી ઝંડાચોક થી ખાતે વાપી મહાનગર પાલિકા સુધી મોટી સંખ્યામાં રેલી આકારે જઈ વાપી મહાનગરપાલિકામાં 11 ગામો ને સમાવવાના વિરોધમાં વાપી નગરપાલિકાના કમિશ્નરશ્રીને વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલની આગેવાની માં મોટી સંખ્યામાં 11 ગામના લોકો એ રજુઆત કરી વિરોધ કરવામાં આવ્યો.

લોકોની માંગણીનુ વહેલી તકે નિરાકરણ કરવામાં નહિ આવ્યું તો આગામી દિવસોમાં વાપી મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેસવાની પરજ પડશેનું ધારાસભ્ય અંનત પટેલ અને 11 ગામના લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યા માં આગેવાનો અને 11 ગામોના લોકો સહકારમાં જોડાયા હતા