ગુજરાત: ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી ઝેરી ગેસ ગળતરને કારણે 4 કામદારોના મૃત્યુ થયા હતા જેને લઈને આજ રોજ કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કંપનીની મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરી તથા અમારી રજૂઆતને આધારે દરેક મૃતકને વધુ ૧૦-૧૦ લાખ રૂપિયા સહાય વધારી આપવામાં આવશે જેથી તેઓ ઉપર આવી પડેલ આ આકસ્મિક દુ:ખ અને આઘાતના સમયમાં તેઓનાં પરિવારને હિંમત અને હૂંફ રહે. ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે એના માટે તકેદારીના પગલાં લેવા અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપી.
મુલાકાત દરમિયાન મારી સાથે વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, ભરૂચ જીલ્લા મહામંત્રી શ્રી ફતેસિંહ ભાઈ, અધિકારીશ્રીઓ, વાગરા તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સતિષભાઈ ગોહિલ, અંભેટા ગામના સરપંચશ્રી રણજીતભાઈ, આગેવાન શ્રી ઈશ્વરભાઈ, આસપાસના ગામના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા.











