ખેરગામ: આજે લાખો યુવાનો સરકારી નોકરીને તૈયારી માટે લાગ્યા છે પણ અમુક યુવાનો નોકરી ન મળતાં નિરાશ થઈ તૈયારી અધવચ્ચે છોડી દેતા હોય છે પણ અમુક પોતાના સખત પરિશ્રમથી પોતાના સપનાની મંજિલ મેળવી જ લેતા હોય છે એમનો એક આદિવાસી દીકરો એટલે વિશાલ પટેલ.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ખેરગામના નડગધરી ગામની આંગણવાડીમાં તેડાઘર બહેન તરીકે કામ કરતા માતા અને કંપનીમાં મજૂરી કરતા પિતા શિક્ષણનું મહત્ત્વ સમજી દીકરાને B.SC., B.ED. કરાવ્યું. દીકરાએ પણ ફોર્મલ શિક્ષણ પૂર્ણ કરી કોઈ પણ કોચિંગ ક્લાસ વિના પુસ્તકાલયનો રસ્તો પકડ્યો. મારા ગામથી 7 કિમીના અંતરે આવેલા ઘોડવણી ગામે નિયમિત પુસ્તકાલયમાં પુસ્તકોનું વાચન કરતા અંતે મારા ફળિયાનો દીકરો વિશાલ વિનોદભાઈ પટેલ વન સંરક્ષક વર્ગ -3 માં પસંદગી થઈ તા.26/2/2024ના રોજ નાયબ વન સંરક્ષકની કચેરી દક્ષિણ ડાંગ વિભાગ, આહવા ખાતે હાજર થતા ખૂબ આનંદ થયો.

આજે ભણવા છતાં નોકરી નથી મળતી એવા ઊઠીને રોદણાં રડતા રહેતા યુવાનો માટે પ્રેરણારૂપ છો. ગામની ગૌચરની ઉબડખાબડ જગ્યામાં બે ચાર મિત્રો સાથે આવડે એવી દોડની પ્રેક્ટિસ કરતા તે યાદ છે. સાચી દિશામાં ચાલનારા એક દિવસ મંઝિલે પહોંચી જ જતા હોય છે. માત્ર મોંઘા કોચિંગમાં પૈસા ખર્ચવાથી જ નહિ પરંતુ પુસ્તકાલયના ખૂણામાં બેસી પસીનો રેલાવવાથી પણ સફળતા મળે એ આપે સાબિત કરી બતાવ્યું.