ચીખલી: ચીખલી વાંસદા રોડ પર ધાર્મિક દબાણો દૂર કરવાથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થશે પરંતુ થાલા બગલાદેવ સર્કલ પાસે સામેની બાજુના ખાનગી દબાણો માર્ગ મકાન દ્વારા દૂર કરવામાં આવશે કે કેમ ? બગલાદેવ સર્કલ પાસે મંદિરનું ધાર્મિક દબાણ તો દૂર કરાયું છે પરંતુ તેની સામેની બાજુએ પણ મોટાપાયે ખાનગી દબાણો કે જે દેખીતું છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ દબાણના કારણે અહીં મોટા ભાગે ઘણીવાર ટ્રાફિક જામ થતો હોય છે. માર્ગ મકાન વિભાગ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના આ ખાનગી દબાણો પણ દૂર કરે તેવી માંગ ઉઠી છે. શું આ ખાનગી દબાણો પણ તાત્કાલિક દૂર કરવામાં આવશે કે પછી હવે જેઈશે થે જેવી પરિસ્થિતિ રહશે એ જોવું રહ્યું.











