વલસાડ: કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં બજાર ફળિયા પાસે આવેલી આશ્રમશાળાની નીચે આવેલા પંચાયતના કુવાના પાણીમાં ડુબેલી હાલતમાં તા. ૩ એપ્રિલ ૨૦૨૪ના રોજ સાંજે ૫ થી તા. ૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ બપોરે ૧૨ વાગ્યા દરમિયાન એક અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષીય શખ્સની લાશ મળી આવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જે શરીરે મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને પાંચ ફૂટ ચાર ઈંચ ઉંચાઈ ધરાવે છે. શરીરે કાળા કલરની ચડ્ડી પહેરી હતી. કમરમાં તથા જમણા પગમાં કાળા કલરનો દોરો બાંધેલો છે. જમણા હાથમાં મરાઠીમાં ગુરૂદેવ અને બાબા લખેલું છે. ડાબા હાથમાં સંગીતા તાઈ અને દાદા લખેલુ છે. જે મરાઠી ભાષા જાણતો હોવાનું જણાય આવે છે.

જે કોઈને પણ આ અજાણ્યા મૃતકના વાલી વારસો અંગે ભાળ મળે તો કપરાડા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.