દેવમોગરા: આદિવાસી સમાજ આજે શિવરાત્રીના દિવસે શિવની નહિ પણ નર્મદા જિલ્લાના સાગબારાના દેવમોગરા ખાતે શકિત સ્વરૂપ પાંડુરી માતાજીની અર્ચના કરી રહ્યો છે તેની સાથે જ આજથી દેવમોગરા ખાતે પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થશે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ માંથી આદિવાસી સમાજના લાખો લોકો દેવમોગરામાં શક્તિની સ્વરૂપ પાંડુરી માં ની પૂજા – અર્ચના કરી રહ્યા છે. પાંડુરી માં ને નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજનમાં આદિવાસી સમાજના લોકો જોડાયા છે.

આદિવાસી સમાજના લોકોની માન્યતા છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામા ધન ધાન્ય કે જે માનતા માની હોય તે પાંડુરી માં ને અર્પણ કરવાથી ઘરમાં બારેમાસ સુખ સમૃધ્ધી રહે છે તેથી  મળે છે. દેવમોગરા માં ના સાંનિધ્યમાંથી પ્રસાદરૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમા મૂકી સાચવી રકેલી જોવા મળે છે.