વાંસદા: ગતરોજ તા-07 માર્ચ, ૨૦૨4ના રોજ 8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નિમિતે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં મહિલા દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ (અનિક્ષા ગામીત અને ટીમ તેમજ સંસ્થા સ્મર્થિત ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવેલ હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાગ્તિશિલ મહિલા ખેડૂત ઉષાબેન વસવા કે જેમને રાષ્ટ્રીય સ્તરેથી નારી શક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે એ, તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રતિનિધિ અસ્મિતાબેન ગાંધી, કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના ડાયરેક્ટર હિરલબેન દવે, ઉજાસ મહિલા ખેડૂત સંગઠનની લીડર મહિલા ખેડૂતો મહેમાન તરીકે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.

ઉષાબેન વસવાએ પોતની સંઘર્ષ અને સફળતાઓની સફર થકી મહિલાઓને પ્રોત્સહિત કર્યા હતા જેમાં ઉપસ્થિત  મહિલાઓ ખૂબ પ્રોત્સાહન મળ્યું હતુ. અસ્મિતાબેન દ્વારા મહિલાઓને લાગતી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી, અનિક્ષાબેન દ્વારા મહિલા દિવસ અંગે જણાવી મહિલાઓમાં એકતા અને સંગઠન વિશે વાત કરી ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ઉજસ મહિલા ખેડૂત સંગઠનના પ્રમુખ નિરલબેનએ તેમના સંગઠનનો પરિચય કરાવ્યો હતો તેમજ અલગ અલગ ગામોની મહિલાઓએ, નારી શક્તિને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

આમ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજાસ મહિલા ખેડૂત સંગઠનના અસરે 500 થી પણ વધુ બહેનોએ મહિલાઓએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પરંપરા ગીતો અને નૃત્ય સાથે પોતાના એક મહિલા હોવાના અસ્તિવને ગૌરવ સાથે આ દિવસની ઉજવણી કરી હતી.

BY: સુનીલ માહલા