ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરમાં મુલાકાત લીધી આ દરમિયાન મીડિયા સમક્ષ ખૂબ ગંભીર પ્રશ્ન પર વાત કરતા જણાવ્યું ગઈ કાલે મારા પર કેટલાક વાલીઓના ફોન આવ્યો અને જણાવ્યું હતું છાત્રાલયના ઓરડા દારૂ પીને બાળકોને જાતિ વિષયક શબ્દ બોલે છે અને વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે આ મુદ્દે અમે શાળાની મુલાકાતે આવ્યા છે

DECISION NEWS મળેલ માહિતી મુજબ વોર્ડન નશો કરીને વિદ્યાર્થીઓને હેરાન કરે છે એ બાબતે પ્રિન્સિપાલિક કાયદેસર કાર્યવાહી કરે એવી રજૂઆત કરી હતી અને ગાંધીનગર માં આદિજાતિ નિમાયક શ્રી અને સેક્રેટરીને શિક્ષણ મંત્રીને પણ વાત કરીશું આદિવાસી વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ તેજસ્વી અને કુશળ હોય છે અને શાળાઓ પણ ખૂબ સારી હોવા છતાં આદિવાસી વિદ્યાર્થીઓનું મનબળ ના તોડવામાં આવે માટે ત્યાંના સ્ટાફને પણ અમે મુલાકાત કરી અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓની અમે સાથે છે અને વિદ્યાર્થીને હવે પછી કોઈ તકલીફ નહીં પડે તેની ધ્યાન રાખવું સ્ટાફની જવાબદારી બને છે એક વ્યક્તિના કારણે બધા લોકોને હાલાકી ભોગવી પડે છે એ દુઃખદ બાબત છે

આ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થાય એવા મારા પ્રયત્નો રહેશે આદિવાસી સમાજના લોકલાડીલા ધારાસભ્ય ચેતર વસાવા ની મુલાકાત બાદ ઘેરવર્તન કરનાર વોડન પ્રકાશ ધોડિયા તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી અંકલેશ્વર થી બદલી કરી હાલ જંબુસર ખાતે દારૂડિયા વોર્ડન ને ધકેલવામાં આવ્યો નવાબોર્ડન નહીં આવે ત્યાં સુધી સંચાલન પ્રિન્સિપાલ અને સ્ટાફ ધ્યાન રાખશે

Bookmark Now (0)