ધરમપુર: ધરમપુરના સાદડવેરા ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સતત 41 મી વખત આયોજન કરવામાં આવ્યું હતું. 24 ડીસેમ્બર 2023 થી શરુ થયેલ ક્રિકેટ મેચની 31/12/2023 ના રોજ ફાઈનલ મેચ રમવામાં આવી હતી

આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ  32 ગામની 32 ટીમો લેવામાં આવતી હોય છે જેનો એકજ ઉદ્દેશ્ય હોય છે કે આપના આદિવાસી સમાજના યુવાનો એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે અને અન્યાય સામે એક જૂથ થઈ અવાજ ઉઠાવે સાથે શિક્ષણ થી આપણા વિસ્તારના લોકો વંચિત ન રહી જાય એ હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ખડકીની ટીમ વિજેતા રહી હતી જેને 30,000/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને હનમતમાળ રનર્સઅપ રહી હતી જેને 15,000/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી

ટુર્નામેન્ટ મેંન ઓફ સીરિઝ અને બેસ્ટ બેટ્સમેન અનિલ ભાઈ,બેસ્ટ બોલર હિતેશ ભાઈને ટ્રોફી આપવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, સામાજિક આગેવાન રામદાસભાઈ,સરપંચશ્રી દેવું મોકાસી,જામલિયા સરપંચશ્રી, ગુંદીયા સરપંચશ્રી જહીરામ, માજી સરપંચશ્રી તુલસી રામ, માજી જિલ્લાપંચાયત સભ્યશ્રી સુરેશ જોગારી, રાહુલ પટેલ, યુથ પ્રમુખશ્રી કામરાન પટેલ, સુનિલ પટેલ, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને આયોજક સુરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા