ઝારખંડ: ખરસાવાં ગોળીકાંડમાં શહીદ થયેલા આદિવાસી શહીદોને નમન.. તમને ખબર છે ભારતની આઝાદીના લગભગ પાંચ મહિના પછી દેશ 1 જાન્યુઆરી 1948 આઝાદીની સાથે સાથે નવા વર્ષ જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે ખરસાવા આઝાદ ભારતના જલિયાવાલા બાગ કાંડનો સાક્ષી બની રહ્યો હતો

એ દિવસે અઠવાડિક હાટ બજારનો દિવસ હતો. ઓરિસ્સા સરકારે પુરા વિસ્તારને પોલીસ છાવણીમાં બદલી નાખ્યું હતું. ખરસાવા હાટ બજારમાં લગભગ 50000 હજાર ભેગી થયેલી આદિવાસી લોકોની ભીડ પર ઓરિસ્સા મિલીટ્રી પુલીસ ગોળી ચલાવી રહી હતી. આઝાદ ભારતનો આ પહેલા મોટો ગોળીકાંડ માનવામાં આવે છે. આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા આ વિષે અલગ અલગ દાવાઓ છે અને આ દાવાઓમાં મોટું અંતર છે

ઘણાં ઓછા ભારતીય લોકોને આ ખબર હશે કે આઝાદ ભારતમાં ઓરિસ્સા ઓરિસ્સા મિલીટ્રી પુલીસ દ્વારા ખરસાવા રિયાસતના આદિવાસીઓની બેહરમી સાથે હત્યા કરી દેવામાં આવી હતી. એ પણ એના માટે કે એ લોકો અલગ આદિવાસી રાજ્યની માંગણી કરી રહ્યા હતા. આ ગોળીકાંડનો અત્યારે પણ કોઈ નિશ્ચિત દસ્તાવેજ નથી. આ ગોળીકાંડની તપાસ માટે ટ્રીબ્યુનલનું કમિટીની રચના પણ કરવામાં આવી હતી. પણ આજ સુધી તેની રીપોર્ટ ક્યાં છે, તે કોઈ જણાતું નથી. આ ભયાનક ગોળીકાંડ પછી ખરસાવા હાટ બહારમાં શહીદ સ્મારક બનાવામાં આવ્યું છે. દરેક વર્ષે 1 જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં ઝારખંડના રહેવાસી અહી એકઠા થાય છે ખરસાવાનું આ શહીદ સ્મારક ઝારખંડની રાજનીતિનું એક મોટું કેન્દ્ર પણ માનવામાં આવે છે.

ખરસાવા ગોળીકાંડ વર્ષો વીતી ગયા કેટલીય કમિટીઓ બની તપાસ પણ થઇ, પરંતુ આજ સુધી આ ઘટના પર કોઈ રીપોર્ટ આવી નહિ. જલિયાવાલા બાગના અસલી વિલન જનરલ ડાયર ને તો આખું વિશ્વ ઓળખે છે પણ ખરસાવા ગોળીકાંડમાં મારી ગયેલા હજારો ઝારખંડી આદિવાસીઓની હત્યા કરવાવાળો અસલી ડાયર કોણ હતો ? આ મુદ્દે આજે પણ પડદો ઉઠયો નથી અને સત્ય બહાર આવ્યું નથી.

નોંધ: આ આર્ટીકલની બધી જ સામગ્રી અનુજ કુમાર સિન્હાદ્વારા લખાયેલી પુસ્તક ઝારખંડ આંદોલનનો દસ્તાવેજ માંથી લેવામાં આવી છે.