વાંસદા: ગતરોજ વાંસદામાં તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જેવા ભાજપના નેતાઓની હાજરી જોવા મળી હતી. તે દરમિયાન નરેશ પટેલનું દુઃખ છલકાઈ આવ્યું અને તેમણે કહ્યું કે..

આપણે કોંગ્રેસનો કોઈ ડર છે જ નહીં, આપણને આપણા જ નડે છે’. તેને આપણે ઓળખી શકતા નથી, એનો અફસોસ.. વાંસદા વિધાનસભા આઝાદીથી ભાજપ પક્ષ જીતી શક્યો નથી. ગત વિધાનસભામાં સાંસદ સી.આર પાટીલનું જોર લગાવ્યું હતું પણ તેઓ પણ કોંગ્રેસના લોકનેતા બની ચુકેલા અનંત પટેલની જીતને હારમાં પલટાવી શક્યા નહિ..

ત્યારે હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ ગુજરાતની 26 બેઠકો પર પોતાનો પરચમ લહેરાય એવું ઈચ્છે છે વલસાડ લોકસભામાં બેઠક પર આદિવાસી સમાજના મતો મેળવવા ભાજપ કેટલો સફળ બનશે એ તો અવાનાર સમય જ બતાવશે પણ નરેશ પટેલનું આ વિધાન કે ‘આપણા જ આપણને નડે છે’ ક્યાં ક પરિણામ પરિવર્તન ન કરી દે એ જોવું રહ્યું..