વલસાડ: એક યુવક દ્વારા વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી મેડીકલ રીપોર્ટ અનુસાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં જ ખળભળાટ મચી જવા પામી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે 16 વર્ષીય વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતી સગીરાને નજીકમાં જ રહેતાં મિહિર રાજેશ ભાભોર નામના યુવાને લગ્નની લાલચ આપી 2 ડિસેમ્બરના રોજ અપહરણ કર્યું હતું. સગીરા મોડે રાત સુધી ઘરે ન આવતાં ઘરના લોકોએ શોધખોળ આદરી હતી. ત્યારે સગીરાના માં- બાપે GRP પોલીસ મથકે યુવક વિરુદ્ધ સગીરાના અપહરણની ફરિયાદ લખાવી હતી. ફરિયાદના આધારે વલસાડ GRPની ટીમેં ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મિહિર રાજેશ ભાભોરની ધરપકડ કરી સગીરાનું મેડિકલ તપાસ કરી તો સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આમ સગીરાના નિવેદન લઇ પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળની કલમો ઉમેરી મિહિર વિરુદ્ધ ગુનો નોધ્યો છે.

હાલમાં વલસાડ CPIએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જે મંજુરી મળી હતી. અત્યારે યુવકે સગીરાને ગોધરા સુધી લઇ ગયો હોવાનું નિવેદન આપ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

Bookmark Now (0)