વાંસદા: ડાંગના સુબીર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વાંસદાના પીપલખેડ ગામના પીલાડ ફળિયાના યુવાનની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા કેલીયા ડેમમાંથી મળી આવતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાના પીપલખેડમાં પીલાડ ફળિયામાં રહેતો સંદીપ ખાલપુભાઇ પટેલ નામના શિક્ષક જે સુબીર તાલુકાના કેળ ગામે શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેઓની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા કેલીયા ડેમમાંથી મળી આવી હતી જેને લઈને સમગ્ર આસપાસના વિસ્તારમાં લોકોના મુખે તર્ક-વિતર્ક સંભાળવા મળી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે શુક્રવારે સવારે સંદીપ ભાઈને તેમના ભાઇએ તેમના ગામમાં જોયા હતા બાદમાં તે જોવા મળ્યા ન હતા. તેમની પત્ની અને સંતાનને લઈને પિયર ગઈ હતી. રાત્રે પણ સંદીપભાઈ ઘરે ન આવ્યા હતા પણ ગામમાં જ માવલીની પૂજા હોવાના લીધે તે ત્યાં ગયો હશે એવું પરિવારને લાગ્યું હતું પણ શનિવારે સવારે તેની લાશ વાડીચૌંઢા ગામની હદમાં આવેલા કેલીયા ડેમના કિનારે જોવા મળી હતી. તેનું બાઈક નજીકમાં રહેતી મહિલાના ઘર પાસેથી મળી આવ્યું. ઘરના લોકોએ ડેમમાં તરતી લાશ હોડી દ્વારા બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ સુબીર તાલુકાના કેળ ગામે શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવતા હતા ત્યાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને લોકો અસમજંસમાં મુકાયા છે કે સંદીપભાઈએ આત્મહત્યા કર્યો કે તેની હત્યા થઇ ? પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.