નર્મદા: ડેડિયાપાડા તાલુકાના ખરચીપાડા સીમ વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં આવેલા કુવામાં એક ઝેરી સાપ જોવા મળતા ઊંડા કૂવાના પાણીમાંથી મહામુસીબતે આ ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવતાં ખેડૂતે હાંશકારો અનુભવ્યો હતો.

જુઓ વિડીઓ…

ખેડૂત ગણપત ભાઈ વસાવા ખેતીનું કામ કરતા સમય આચાંનક એમની નજર કૂવામાં પડેલા એક સાપ પર પડતાં ઘબરાય ગયા અને ડેડીયાપાડામાં કામ કરતી જીવદયા પ્રેમીની ટીમને ગણપતભાઇ વસાવા એ ટેલિફોનીક વાતચીત કરતા વસાવા મયુરભાઈ અને શિમ્પી ચેતનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટના નિહાળી

આ સાપ બચવા માટે અનેક પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કુવામાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળી રહ્યો. તેવામાં આ યુવાનોએ સાપને બહાર કાઢવાનું બીડું ઝડપ્યું. યુવાનોએ જીવના જોખમએ ૩૦ એક મિનિટની અંદર કૂવામાં દોરડું બાંધીને કૂવામાં ઉતરી સાપને બહાર કાઢ્યો અને અનુકૂળ વાતાવરણમાં જંગલમાં મુક્ત કર્યો.

Bookmark Now (0)