આહવા: થોડા દિવસ પહેલાં આહવા તાલુકાના ઇસદર (ચીકટિયા)ના ગામના સાપુતારાના અમૃત આયુર્વેદિક સેન્ટરમાં ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલા એક 31 વર્ષીય યુવાને કોઈ અજાણ્યા કારણોસર આપઘાત કરી લીધાની ઘટના બની હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મૃતક યુવાનના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસમાં અંતિમ નોટ લખેલી મળી આવી જેમાં લખ્યું હતું કે, ‘થેન્ક્યુ ફોર ઓલ ઓફ યુ ફેમિલી મેમ્બર એન્ડ ફ્રેન્ડ્સ બ્રધર એન્ડ સિસ્ટર, સોરી ફોર ઓલ યુ આઇ લવ યુ. ઓલ ઓફ યુ હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યૂ યર. મેં ખુશ છું. કોઈ ટેન્શન નહીં લેતા. હેપ્પી રહેજો. બધાને મારા લીધે જે દુઃખ થયું હોય તે મને માફ કરજો.’

યુવાને અમૃત આયુર્વેદિક સેન્ટરના મકાનના ધાબાની લોખંડની એંગલને દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કેમ કર્યો તેના પરથી હજુ સુધી પડદો હટ્યો નથી. હવે આવનારા સમયમાં પોલીસ સત્ય બહાર લાવે તેની આશ પરિવાર અને મિત્રો લગાવીને બેઠા છે.

Bookmark Now (0)