માંડવી: આજરોજ TASP માંડવીની કચેરીમાં ફોરેસ્ટ રાઇટ્સ ઍક્ટ 2006ની જોગવાઈઓ વિરૂદ્ધ જંગલ જમીન વહીવટીતંત્રના મળતિયાઓને ફાળવી આપવામાં આવી તેમની સામે કાયદાકીય પગલાં લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આમ આદમી પાર્ટી સુરત જિલ્લા દ્વારા માંડવી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં હતું જેમાં ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ વેપારી આદેશ–૧૯૭૭ તથા ગુજરાત આવશ્યક Article (licensing control and stock declaration) order–૧૯૮૧ મુજબ અને આવશ્યક ચીજવસ્તુઓનું ભાવપત્રક પ્રદર્શિત કરવા તેમજ ઉઘડતો સ્ટોક અને ગરીબોને BPL રેશનકાર્ડ ઈશ્યું કરવા બાબતે અને સુરત જિલ્લાના ગામડાઓમાં ખાસ કરીને માંડવી, ઉંમરપાડા, માંગરોળ, મહુવા, ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી જેવા તાલુકામાં અંદરના વિસ્તારોમાં જે બજારો આવેલા છે અને આ બજારોમાં ગરીબ લોકો આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો પર કે વેપારીઓને તથા વેચાણથી લેવા જાય છે ત્યારે આવશ્યક ચીજ વસ્તુઓના વેપારીનું હુકમ–૧૯૭૭ થી નિયંત્રિત કરેલ છે તેમ છતાં MRP થી વધુ ભાવો લેવામાં આવે છે તેમજ cash memo આપવાની સિસ્ટમ નથી આમ ગરીબ ગ્રાહકોની સાથે છેતરપિંડી થાય છે

આ સાથે TASP માંડવીની કચેરીમાં ફોરેસ્ટ રાઇટ્સ ઍક્ટ 2006ની જોગવાઈઓ વિરૂદ્ધ જંગલ જમીન વહીવટીતંત્રના મળતિયાઓને ફાળવી આપવામાં આવી તેમની સામે કાયદાકીય પગલાં લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

આ તમામ મુદ્દે હુકમનો અક્ષર સહ અમલ થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી હિત રક્ષક સમિતિ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી હતી અને આ કાર્યવાહી નહિ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગરીબોનું લોહી ચૂસીને નફો કમાતા દુકાનદારો સામે જનતા રેડ કરશે…