નવસારી: આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતની તમામ પ્રયોજના વહીવટદાર ની કચેરીઓમાં છેલ્લા 7 વર્ષ થી આચરવામાં આવતી ગેરરીતિ બાબતે વિજિલન્સ તપાસ કરવા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

Decision News ને મળેલી વિગતો મુજબ નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ પંકજ પટેલ અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટર મારફત માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્યમાં છેલ્લા ૭ વર્ષ દરમિયાન પ્રયોજના વહીવટદાર ની કચેરીઓમાં આચરવામાં આવતી ગેરરીતિ બાબતે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

બે દિવસ પહેલાં જ બોડેલી માં નકલી સરકારી કચેરીઓ દ્વારા આશરે 4 કરોડ ઉપરની ગ્રાંટની ઉચાપત કરવામાં આવેલી અને આદિવાસી વિસ્તારમાં પણ ટ્રાયબલની ગ્રાન્ટનો દુરુપયોગ અને ભ્રષ્ટચાર થયા હોવાની વાતો વહેતી થઇ છે જેને લઈને સમગ્ર ગુજરાત પ્રયોજના વહીવટદાર ની કચેરીઓમાં વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.