ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાના ગામોમાં રાત્રીના સમયે દીપડાએ આતંક મચાવ્યો હતો જેથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો ત્યારે આજે વહેલીસવારે દીપડો પાંજરામાં પુરાયો હતો દીપડો પાંજરે પુરાયોની વાતો વાયુવેગે ફેલાતા દીપડાને જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

જુઓ વિડીયો…

ઉલ્લેખનીય છે કે ચીખલી તાલુકો ખેતી અને પશુ પાલનપર નિર્ભર છે ત્યારે રાત્રીના સમય દરમ્યાન પશુઓ પર પણ હુમલો કર્યો હતો. અને અગાઉ થોડા સમય પહેલા ચીખલીના સાદકપોર ગામની 24 વર્ષીય યુવતી નો પણ દીપડાએ જીવ લીધો હતો અને સાદડવેલ ગામે પણ બાઈક સવાર પર હુમલો કરિયો હતો આવી અનેક ઘટનાને જોતા માણેકપોર ગામના જાગૃત યુવાન દ્વારા ચીખલી વનવિભાગને જાણ કરતા આજ થી પાંચેક દિવસ અગાઉ પાંજરું મૂકવામાં આવ્યું હતું
અને આજે વહેલીસવારે દીપડો પાંજરામાં પુરાયો હતો દીપડો પાંજરે પુરાયો ની વાતો વાયુવેગે ફેલાતા દીપડાને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

ગતરોજ પણ ચીખલીના ફડવેલ ગામે પણ દીપડો પાંજરે પુરાયો હતો જેથી ગત રોજ ફડવેલ અને આજે માણેકપોર અને આજુબાજુના ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.