ચીખલી: સુરત-નાસિક-અહમદનગર હાઇવેનું જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડયાને 17 મહિના પછી તંત્ર દ્વારા DPR તૈયાર કરવા ટોયોગ્રાફીક સર્વે ની કામગીરી ચીખલી તાલુકાના ગામડાઓમાં શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આદિવાસી આગેવાનો જણાવે છે કે સુરત-નાસિક-અહમદનગર હાઇવેનું જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડયાની મુદત તો પૂરી થઇ ગઈ છે તેવામાં આ સર્વે થઇ રહ્યો છે એ કઈ સમજાતું નથી તંત્ર શું કરવા માંગે છે. મહિના પહેલા જ ચીખલી તાલુકાના ચીખલીના બોડવાંક ટાંકલ વાંઝણા, રાનવેરી, નોગામાં, કુકેરી, સુરખાઈ, કાકડવેલ, માંડવખડક સારવણી સહિતના ગામોમાંથી પસાર થનાર સચિન સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટે ભારત સરકારના માર્ગ વન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 19 મે 2022 ના રોજ જમીન સંપાદનના હેતુસર જાહેરનામુ પ્રસિદ્ધ કરી ખેડૂતો પાસે વાંધા અરજીઓ મંગાવતા. સમયમાં ખેડૂતો દ્વારા જમીન સંપાદનના સમ અધિકારી અને પ્રાંત અધિકારી નવસારી સમક્ષ વાંધા અરજીઓ રજૂ કરી દેવાઈ હતી.

આ હાઇવે ના જમીન સંપાદનને લઈને ઘણા ગામોમાં વિરોધ થયો હતો અને અને અમુક ગામોમાં ખેડૂતોએ વળતરની રકમનો દર પહેલા જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારે આ સુરત-નાશિક અહેમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રેચમાં કનેક્ટિવિટી સુધારવા માટે સ્ટ્રેચના વિકાસ માટે DPR તૈયાર કરવા એજન્સી પણ નક્કી કરી ટોપોગ્રાફિક સર્વે માટે પોલીસ બંદોબસ્ત સાથે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો, આગેવાનોનો પૂરો સહયોગ મળે તેવી વ્યવસ્થા કરવા માટે સર્કલ ઓક્સિર,તલાટી અને સરપંચને જરૂરી સૂચના સાથે કામગીરી હાથ ધરી છે.