દાનહ: આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ગોરાતપાડાના અંતરિયાળ વિસ્તારમાં એક બસનો એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પલટતા તેમાં મુસાફરી કરી રહેલા 30 થી વધુ લોકોની ઈજા થવા પામી હતી. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના દાદરા નગર હવેલીના સેલ્ટીના ગોરાતપાડા વિસ્તાર નજીકથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે ઢોળાવ પર થી પસાર થતી વખતે ટર્નિંગમાં બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ રોડ વચ્ચે જ પલટી મારી ગઈ હતી અને બસમાં 40 થી વધુ મુસાફરો સવાર હતા જે બસ પલટતા જ ચીચયારી પાડી ઉઠયા હતા. આ અકસ્માતમાં 30 થી વધુ મુસાફરોને ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે.

આ ઘટના બન્યા બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકોએ રોકાઈ અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસ અને 108 ને જાણ કરતા જ એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બસમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પ્રથમ ખાનવેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 6 લોકોની વધુ ઇજા થઈ હોવાથી તેમને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.