સુરત: ગતરોજ સુરત મહાનગરપાલિકા વોર્ડ-14 માં મિટિંગમાં લોકોએ રજૂઆતો કરી હતી જેને લઈને વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા અને તેની ટીમેં લોકોની મુલાકાત કરી અને સ્થળ પર જઈ પ્રશ્નોનું નિરીક્ષણ કરી લોકો સાથે ચર્ચાઓ કરી હતી.

આ વિસ્તારમાં લોકો ખૂબ દુઃખી છે લોકો પાણીના પ્રેસર, પાણીમાં ડ્રેનેજનું પાણી મિક્ષ થવું, ગટરો ઘણી જગ્યાએ ઉભરાઈ રહી છે, ઠેર ઠેર ગંદકીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ છે. ત્યારે આજે આ સમસ્યાઓ રૂબરૂ નિહાળી અને સમસ્યાનું નિરાકરણ આવે તે માટેના તમામ પ્રયાસો કરીશુ તેવી ખાતરી આપી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ વોર્ડ 14 ના સ્લમ વિસ્તાર રાજુનગર, આશાનગર, આનંદનગર, સંજયનગર ન્યુકમેલાની મુલાકાત લીધી હતી. જેમાં લોકોની ડ્રેનેજનું પાણી અને ગટરો લીકેજના કારણે સર્જાયેલી ગંદકીની સમસ્યા મુખ્ય હોવાનું જાણવા મળ્યું છે