વિજયનગર: 9 ઓગષ્ટ 2023 ના રોજ ઝારખંડ ભગવાન બિરસામુંડા ના ગામે થી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર તાલુકા ના પાલ- દઢવાવ ખાતે સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

Decision news ને મળેલી માહિતી મુજબ ભગવાન બિરસામુંડાના ગામેથી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રા છત્તીશગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ૫૪ દિવસ 7000 કિમી ફરી સામાજિક અને રાજકીય જાગૃતિ કરનારી આ યાત્રા નું આજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા ના પાલા-દઢવાવ ગામમાં સમાપન રાખ્યું હતું જ્યાં વર્ષો પહેલા 7 માર્ચ 1922 ના રોજ ખેરગામ રિજિમેન્ટ દ્વારા હત્યાકાંડ કરી 1200 આદિવાસી લોકોને મોતને ઘાટ ઉતારી કુવામાં નાખી દેવામાં આવ્યા હતા એ વીરોની ભુમી પર સમાપન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રજાને સંબોધતા દિવસેને દિવસે આદિવાસી લોકો પર અત્યાચારો વધી રહ્યા છે ત્યારે દરેક આદિવાસી લોકોએ પોતાના હક અને અધિકારો માટે જાગૃત થવું પડશે અને અને ધર્મ સંપ્રદાય અને જાતિ વહેચાવવાના બદલે એકતા રાખી સમાજ ઉત્થાનના કામગીરી કરવી પડશે. વર્તમાન સમયમાં આદિવાસી સમાજની સુરક્ષા આપણે ‘એકતા’ થી જ કરી શકીશું એ અમને પાક્કો વિશ્વાસ છે.